સ્માર્ટફોનમાં થઇ શકે છે કોમ્પ્યુટરની જેમ રિસાયકલબિન, જાણો કઇ રીતે
કોમ્પ્યુટરમાં તમારાથી ભૂલથી પણ કઇ ડિલીટ થઇ જાય છે તો તમે રીસાયકલબિનમાં જઇને તે સહેલાઇથી રિસ્ટોર કરી શકો છો. પરંતુ તમારા ફોનમાં ભૂલથી કઇપણ ડિલીટ થઇ જાય તો તમે ફરીથી તે ડેટાને રીસ્ટોર કરી શકતા નથી. તે સમયે લાગે છે કે કાશ મોબાઇલમાં પણ કોમ્પ્યુટરની જેમ રીસાયકલબિન હોત. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા સ્માર્ટફોનમાં કોમ્પ્યુટરની જેમ રિસાયકલબિન બનાવી શકે છે.
સ્માર્ટફોનમાં રીસાયકલ બિન બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં Dumpster અને ES Dile Explorer માંથી એપ ડાઉનલોડ કરી લો. Dumpsterને ડાઉનલોડ કરી લેશો એટલે સૌથી પહેલા તને વેલકમ કરશે ત્યાર બાદ ડેમો માટે તમને સજેસ્ટ કરશે.
ઓકે કરશો એટલે તમારા સ્માર્ટફોનમાં રીસાયકલ બિન ક્રિએટ થઈ જશે. હવે તેનો ઉપયોગ તમે કરી શકશો. ત્યાર બાદ તમે જ્યારે પણ કોઈ ફોટો ડિલીટ કરશો તે તમે આ રીસાયકલ બિનમાં જોઈ શકશો.
તેમજ આ એપમાં તમે ટાઈમ પણ સેટ કરી શકો છો.
તેથી જુની ફાઈલો જાતે જ ડિલીટ થઈ જશે.આ એપમાં ટાઇમ પણ સેટ કરી શકો છો. જેથી જૂની ફાઇલ આપોઆપ ડિલીટ થઇ જશે. આ એપમાં તમે પાસવર્ડ પણ સેટ કરી શકો છો કે જેથી ડિલીટ કરેલો ડેટા તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ જોઈ ન શકે.
Source - Dailyhunt
0 Comments: